ABP News

Amreli News: અમરેલીના સાવરકુંડલાના જીરા ગામમાં મહિલા સરપંચની પ્રશંસનીય કામગીરી

Continues below advertisement

અમરેલીના સાવરકુંડલાના જીરા ગામમાં મહિલા સરપંચની પ્રશંસનીય કામગીરી . રાજાશાહી વખતની ગૌચરની જમીન મહિલા સરપંચ દક્ષાબેને ખુલ્લી કરાવી. જે તે સમયે ભાવનગર રાજવી કૃષ્ણકુમારસિંહજીએ પશુઓ માટે 675 વીઘા જેવું ગૌચર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જે ગૌચરની જમીન દબાવી લેતા માલધારીઓ અને ખેડૂતો વચ્ચે ઝઘડાઓ થતા હતા. જો કે મહિલા સરપંચે ગૌચરની જમીન ખુલી કરાવવા સરકાર અને પ્રશાસન સામે મોરચો માંડ્યો. અનેક વખત સરકારને લેખિત અને મૌખિક રજૂઆત કરી. ત્યારે આ સરકારી ગૌચરની જમીન ખુલી કરાવવા માટે ગ્રામ પંચાયતે 57 હજાર 700 રૂપિયા ભર્યાં. અને સરકારી માપણી કરાવી.. એટલું જ નહીં હાલમાં તમામ ગૌચરની જમીન ખુલી કરાવી છે. અને પંચાયતના ખર્ચે હાલ JCBની મદદથી જાડી-જાખરા દૂર કરવામાં આવી રહ્યા છે. તો ગૌચરની જમીન ખુલ્લી કરાવતા માલધારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola