Gujarat Educaton : બજારમાં બીજા સત્રના ધોરણ 5 થી 8ના પુસ્તકો ન મળતા હોવાની વાલીઓમાં ફરિયાદ ઉઠી
શાળાઓમાં બીજા સત્રનો પ્રારંભ પણ પુસ્તકો ન મળતા હોવાની વાલીઓમાં ફરિયાદ ઉઠી છે. દિવાળી વેકેશન પુરુ થયા બાદ સ્કૂલોમાં બીજા સત્ર શરુ થયાને 10 દિવસ થવા આવ્યા છે. ત્યારે હજુ સુધી ધોરણ 5થી 8ના વિવિધ વિષયોના પુસ્તકો બજારમાં ન મળતા હોવાની વાલીઓની ફરિયાદો ઉઠી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ સંલગ્ન રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલમાં ધોરણ 1થી 12માં પાઠ્ય પુસ્તક મંડળ આધારીત પુસ્તકો જ ભણાવવામાં આવતા હોય છે. દર વર્ષે પાઠ્ય પુસ્તક મંડળ તરફથી વેકેશન પહેલા જ પુસ્તકોનું વિતરણ કરી દેવામાં આવે છે. જો કે આ વર્ષે ધોરણ પાંચથી આઠમાં બીજા સેમેસ્ટરના કેટલાક વિષયોના પુસ્તકો હજુ બજારમાં જોવા ન મળતા હોવાની ફરિયાદો વાલીઓમાં ઉઠી છે. જો કે બીજી બાજુ શિક્ષક વિભાગનો દાવો છે કે. રાજ્યની તમામ સરકારી-ગ્રાન્ટેડ, કોર્પોરેશન સ્કૂલો માટે સમયસર જરૂરિયાત મુજબ પુસ્તકનું વિતરણ થઈ ગયુ છે. તો વિક્રેતાઓનો દાવો છે. જેટલા પુસ્તકો આવ્યા હતા એટલાનો સ્ટોક ખાલી થઈ ગયો છે... હાલમાં નવો સ્ટોક નથી.