
Vimal Chudasama allegation: જુનાગઢમાં બેફામ ખનીજ ચોરીનો કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાનો આરોપ
ખનીજ માફિયાઓ ઉપર કાર્યવાહી કરવા ધારાસભ્ય વિમલ ચુડાસમાની રજૂઆત. વિમલ ચુડાસમાએ જાતે ઉતારેલા વીડિયો પણ રજૂ કર્યા ચોરવાડમાં ગેરકાયદે બિલ્ડિંગ લાઈમસ્ટોરનનું ખોદકામ અટકાવવા વિમલ ચુડાસમાએ કરી અપીલ. વિમલ ચુડાસમાએ કહ્યું લાખો ટન બિલ્ડિંગ લાઈમસ્ટોનનું ગેરકાયદે ખોદકામ કરવામાં આવે છે. વિમલ ચુડાસમાએ અધિકારીઓની રહેમનજરનો પણ મુક્યો આરોપ. ખનીજ માફિયાઓ દર મહિને અધિકારીઓને લાખો રૂપિયાના હપ્તા આપતા હોવાનો આરોપ
જૂનાગઢ જિલ્લામાં બેફામ ખનીજ ચોરી થતી હોવાનો કૉંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વિધાનસભા ગૃહમાં ઉઠાવ્યો મુદ્દો. માળીયા હાટીનાના ચોરવાડમાં ગેરકાયદે બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનીજનું બેરોકટોક થતુ ખોદકામ અટકાવવાની વિમલ ચુડાસમાએ રજૂઆત કરી. એટલુ જ નહીં.. પ્રવિણ રાઠોડ અને લલિત રાઠોડ નામના ખનીજ માફિયા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની મુખ્યમંત્રીને રજૂઆત પણ કરી. વિમલ ચુડાસમાએ લાખો ટન જેટલુ બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનીજનું ગેરકાયદે ખોદકામ થતુ હોવાનો દાવો કર્યો.. એટલુ જ નહીં. અધિકારીઓની મીઠી નજર હેઠળ અને ખનીજ માફિયાઓ દર મહિને અધિકારીઓને લાખો રૂપિયાના હપ્તા આપતા હોવાનો પણ આરોપ લગાવ્યો.