વિજયભાઈને વિરજી ઠુમ્મરનો પડકાર, 'એમને જો 80 કરોડમાં જમીન વેચવી હોય તો મારી પાસે ખરીદાર છે, સોદો કરાવી આપે'
Continues below advertisement
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ટ્વીટ પર MLA વિરજી ઠુમ્મરનું નિવેદન સામે આવ્યું છે. જમીન સોદામાં રૂ. પ૦૦ કરોડનો ભ્રષ્ટ્રાચાર થયો છે. ૧૧૧ એકર જમીનના ઝોન ફેરની વાત છે. વિજય ભાઇ રૂ. ૭૫ કરોડની જગ્યાનો દાવો કરે છે. રૂ. ૮૦ કરોડમાં જગ્યા વેચવી હોય તો મારી પાસે ઘણા ખરીદદાર છે. આનંદપરમાં એક એકરનો ભાવ પાંચ કરોડ છે. આ જમીન રૂ. ૧૦૦૦ કરોડ કરતાં વધારેની કિંમતની છે. અમે ફેક્ટ રજુ કર્યું છે એમાં જો કોઇ ખોટું હોય તો માહિતી આપવા વાળા સામે પગલાં લઇ શકો છો.
Continues below advertisement