Congress Stages Walkout: કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાંથી કર્યું વોકઆઉટ
ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે પણ હોબાળાની સ્થિતિ યથાવત રહી, વિપક્ષી નેતાઓ દ્વારા ફરી એકવાર આજે સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આજે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોએ ઉચ્ચ શિક્ષણમાં અનુસૂચિત જનજાતિ માટે શિષ્યવૃતિ ફરી શરૂ કરવાની માગ કરી હતી, જેને મેનેજમેન્ટ ક્વૉટામાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે 2024થી બંધ કરવામાં આવી હતી. આ વાતને લઇને કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો, હંગામો કરીને વેલ તરફ ધસેલા કોંગ્રેસના ધારાસભ્યોને સાર્જેંટો મારફતે દૂર કરવામાં આવ્યા હતા, કોંગ્રેસના ધારાસભ્યોએ અનુસૂચિત જનજાતિના કોંગ્રેસના 3 ધારાસભ્યોને આજે આ મામલે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, આપ ધારાસભ્ય ચૈતર વસાવાને પણ આજના દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સાથે જ કોંગ્રેસે આજે વિધાનસભા ગૃહમાંથી વૉકઆઉટ કરી દીધુ હતુ.