Sabar Dairy Protest : સાબર ડેરી સામે ઉગ્ર આંદોલન, સતત બીજા દિવસે વિરોધ યથાવત

Sabar Dairy Protest : સાબર ડેરી સામે ઉગ્ર આંદોલન, સતત બીજા દિવસે વિરોધ યથાવત

સાબરકાંઠામાં સાબર ડેરી બહાર ગઈ કાલે પશુપાલકોએ હલ્લાબોલ કર્યો હતો, જેમાં પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને સાથે જ હળવો લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી. પોલીસ ત્યાં મોટી સંખ્યામાં પહોંચી હતી, જ્યાં પશુપાલકો હલ્લાબોલ કરી રહ્યા હતા. પશુપાલકોને અટકાવતા ઉગ્ર વિરોધ પ્રદર્શન થયું, અને પોલીસ તથા પશુપાલકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. પશુપાલકોએ પથ્થરમારો કરતાં પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા.  પોલીસે 20થી વધુ ટીયર ગેસના સેલ છોડ્યા છે. ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પશુપાલકોના સમર્થનમાં ત્યાં પહોંચ્યા હતા. પશુપાલકોએ સાબર ડેરીની જે માંગણી છે, તેને લઈને સાબર ડેરીનો જે ગેટ આવેલો છે, તેને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ગેટ ઉપર ચડીને ડેરીમાં પ્રવેશવાનો પ્રયાસ પશુપાલકોએ કર્યો હતો. વિરોધની વચ્ચે પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. 

આજે પણ સાબરકાંઠામાં વિરોધ યથાવત છે. દૂધના ભાવફેરને લઈ પશુપાલકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola