Junagadh Bridge Collapse : વડોદરા બાદ જૂનાગઢમાં પુલ ધરાશાયી, લોકો પણ બ્રિજ સાથે નીચે ખાબક્યા

Continues below advertisement

Junagadh Bridge Collapse : વડોદરા બાદ જૂનાગઢમાં પુલ ધરાશાયી, લોકો પણ બ્રિજ સાથે નીચે ખાબક્યા

વડોદરા બાદ હવે જૂનાગઢમાં પુલ તૂટ્યો હતો.  ગઈકાલે સાંજે માંગરોળના આજક ગામે પુલ તૂટતા દોડધામ મચી ગઇ હતી. આત્રોલીથી કેશોદ તરફ જતા રોડ પર પુલ તૂટ્યો હતો. પુલના રિપેરિંગ કામ દરમિયાન ઘટના બની હતી. પુલ તૂટવાના કારણે પુલ પર ઉભેલા લોકો નદીમાં ખાબક્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ નહી.

રિપેરિંગ માટે લવાયેલ હિટાચી મશીન પણ નદીમાં ખાબક્યું હતું. ઉપર પર ઉભેલા કેટલાક લોકો પણ નીચે પડ્યા હતા. સ્થાનિકોને તમામને બહાર કાઢતા મોટી દુર્ઘટના ટળી હતી. ગ્રામજનોએ તમામને દોરડા વડે બહાર કાઢ્યા હતા. આ મામલે  ધારાસભ્યનું કહેવું છે કે આ બ્રિજ પહેલાથી જર્જરિત જ હતો અને તેને તોડવાનો જ હતો. જોકે તેનું સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે જ તે તૂટી પડ્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola