Kolkata doctor case | કોલકાતા હત્યાકાંડના વિરોધ સમયે અમરેલીમાં તબીબે સર્જ્યો વિવાદ.

Continues below advertisement

કોલકાતા હત્યાકાંડના વિરોધ સમયે અમરેલીમાં તબીબે સર્જ્યો વિવાદ. દીકરીઓને લાયસન્સવાળુ હથિયાર સાથે રાખવા ડોક્ટર જી.જે.ગજેરાની સલાહ. એસપીએ આપ્યા તપાસના આદેશ. 

અમરેલીમાં કેન્ડલ માર્ચ દરમિયાન જાહેરમાં રિવોલ્વર નીકાળતા ડોક્ટર ગજેરા સામે ગુનો નોંધાવ્યો. અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ડોક્ટર જી.જે.ગજેરા સામે આમ્સ એક્ટ મુજબ લાયસન્સની શરતો ભંગ કર્યાનો ગુનો નોંધાયો. શાંતાબા મેડીકલ કોલેજના ઈન્ટર્ન તબીબોએ શુક્રવારે સાંજના સમયે કેન્ડલ માર્ચ યોજી. જેમાં અમરેલીના જાણીતા તબીબ ડૉ.ગજેરા પણ જોડાયા. સ્વ રક્ષણ માટે દિકરીઓને હથિયાર સાથે રાખવા ડોક્ટર ગજેરાએ અપીલ કરી. રાજકમલ ચોકમા રિવોલ્વર કાઢી દીકરીઓને હથિયાર આપવાનો મેસેજ આપ્યો. જેથી રિવોલ્વર સાથેના વીડિયોને SP હિમકર સિંહે ગંભીરતા લઈ તપાસના આદેશ આપ્યા છે...

કોલકાતાની ઘટનાના વિરોધમાં અમરેલીમાં તબીબોએ યોજી કેન્ડલ માર્ચ.. પરંતુ કેન્ડલ માર્ચ દરમિયાન જાહેરમાં બંદૂક બતાવવી એક સિનિયર ડૉક્ટરને ભારે પડી.... ગઈકાલે રાત્રે રાજકમલ ચોકમાં ડૉક્ટર ગોવિંદ ગજેરા પોતાની લાઇસન્સવાળી બંદૂક કાઢી ડોકટર્સને પોતાની સુરક્ષા માટે હથિયાર વસાવવાની અપીલ કરી.. ઘટનાને લઈને પોલીસ દોડતી થઈ...અંતે ડૉક્ટર ગજેરા સામે શરતો ભંગ કરવા બદલ પોલીસે ગુનો નોંધ્યો.. સમગ્ર મામલે સુરતના તબીબોએ પ્રતિક્રિયા આપી કે, હવે રિવોલ્વર રાખવાનો સમય આવી ગયો છે.. તો, કેટલાક તબીબોએ પ્રતિક્રિયા આપી કે, રિવોલ્વર રાખવી યોગ્ય નથી..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram