રાજ્યમાં કોરોના આંશિક નિયંત્રણમાં, બે મહિના બાદ એક હજારથી ઓછા કેસ નોંધાયા

ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થયો છે. બે મહિના બાદ એક હજારથી ઓછા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 960 કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણના કારણે વધુ 7 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4241 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 11625 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,20,393 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 66 દર્દી વેન્ટીલેટર પર છે અને 11559 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,36,259 પર પહોંચી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola