રાજ્યના મહાનગરોમાં કોરોના વેક્સિનેશનની કામગીરી યથાવત, જુઓ વીડિયો
રાજ્યમાં કોરોનાના વધતા કેસને લઈને હવે આરોગ્ય વિભાગે રવિવારે પણ વેક્સિનેશનની કામગીરી યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા હેઠળના 226 પૈકી 220 સેંટર પર વેક્સીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. સવારે 10 વાગ્યાથી શરૂ થયેલી વેક્સીનેશનની કામગીરી રાતના નવ વાગ્યા સુધી ચાલશે.. જેમાં 45થી 60 વર્ષના અને 60 વર્ષથી વધુની ઉંમરના સિનિયર સિટિઝનોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે