Corruption | વાપી મામલતદાર કચેરીમાં ACBએ 11000ની લાંચ લેનારા એકને દબોચ્યો
વાપી: એસીબીએ વધુ એક મોટી ટ્રેપ કરી છે, તાજેતરમાં જ વલસાડ જિલ્લાની એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ વાપી તાલુકા સેવા સદન મામલતદાર કચેરી ખાતે મોટી કાર્યવાહી કરીને લાયસન્સી પિટિશનર રાયટર આશિષ નરેન્દ્ર પટેલને ₹11,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. ફરિયાદીએ લાંચ આપવાને બદલે ACBનો સંપર્ક કર્યો હતો. ACBની ટીમે 13 ઓગસ્ટ, 2025ના રોજ છટકું ગોઠવીને આશિષ પટેલને તાલુકા સેવા સદનના ગ્રાઉન્ડ ફ્લોર પર લાંચ લેતા પકડી પાડ્યો હતો. આ ઘટનાથી જિલ્લાના સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે આશિષ પટેલ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે, ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.