Surat Police | તહેવારોમાં સુરત પોલીસ એક્શનમાં, જૂના ચોપડે નોંધાયેલા આરોપીઓની યોજી પરેડ
Surat Police | તહેવારો ટાણે ગુજરાતમાં વાતાવરણ ડહોળાય નહીં તેને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ એક્શનમાં આવી છે, સુરત પોલીસના તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક પગલાં, ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીઓની ઓળખ પરેડ યોજી હતી. શહેરના જુદાજુદા ગુનામાં સામેલ અને પોલીસના જુના ચોપડે નોંધેયેલા તમામ આરોપીઓની પરેડ યોજી હતી. સુરત પોલીસના ઝોન 3 દ્વારા 75થી વધુ આરોપીઓની ઓળખ પરેડ કરી અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. તમામ આરોપીઓ સામે હત્યા, હાફ મડર, NDPS, ચોરી, ચેઇન- મોબાઈલ સ્કેચિંગ, મારામારી જેવા ગુન્હાઓ નોંધાયા છે. શહેરના ઝોન ત્રણમાં આવતા લાલગેટ ,ચોક બજાર અને મહિધરપુરા પોલીસ સ્ટેશનના તમામ આરોપીઓ છે. પોલીસના જુના ચોપડે નોંધેયેલા તમામ આરોપીઓની પરેડ યોજી હતી