Porbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવ
સરકાર દ્વારા ગરીબ લોકો ને રહેવા માટે સારું ઘર મળી રહે બીએસયુપી યોજના મકાન આવપવા માં આવેલ છે જેમાં પોરબંદરના બોખીરા વિસ્તારમાં બનાવાયેલી આવાસ યોજનામાં વધુ એક ફ્લેટમાં ગઈ કાલે વહેલી સવારે એક મકાન નો સ્લેબનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો જો કે સદનશીબે આ સમયે મહિલા બાથરૂમમાં હોવાથી કોઈ ઈજા થઈ ન હતી.
પોરબંદરના બોખીરા વિસ્તારમાં બીએસયુપી યોજના હેઠળ શહેરી ગરીબો માટે ૨૪૪૮ આવાસ નું નિર્માણ કરાયું છે જેમાં 2200 થી વધુ આવાસ ની ડ્રો કરી ફાળવણી પણ છે કરવામાં આવી છે જેમ મોટાભાગ ના લોકો અહિયાં રહેવા પણ આવી ગયા છે પરંતુ આ આવાસ ક યોજનાના મકાન બનવાના શરુ થયા ન ત્યારથી જ તેના નબળા કામને લઈને - વિવાદ માં રહ્યા છે અને અવાર નવાર આ બનાવેલ આવાસના બ્લોક માં સ્લેબમાંથી પોપડા ખરવાના બનાવ પણ બનતા રહે છે ત્યારે ગઈ કાલે સવારે આવાસ યોજનાના બિલ્ડીંગ નં-૪૬ ના ૨ બ્લોક નં ૪૭ માં રહેતા અને બંદર વિસ્તારમાં પાનનો વ્યવસાય કરતા મનોજભાઈ જુંગીના ફ્લેટમાં વહેલી અચાનક જ સ્લેબ નો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. સદભાગ્યે તેમના પત્નીને અષાઢીબીજની શોભાયાત્રામાં જવાનું હોવાથી વહેલા ઊઠયા હતા.અને તેઓ બાથરૂમમાં હતા ત્યારે સ્લેબ ધરાશાયી થતા તેઓને કોઈ ઈજા થઈ ન હતી.