Kheda News | ગુજરાતની સૌથી મોટી પંચાયતની ઘોર બેદરકારીના કારણે 300 જેટલા બાળકો રોગચાળાનો ભોગ બને તો નવાઈ નહીં

Continues below advertisement

ખેડના ગળતેશ્વરનુ  સેવાલિયા ગામ કે જ્યાં ગ્રામ પંચાયતની ઘોર બેદરકારીના કારણે શાળાની બહાર ગંદકીનુ સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે. ગંદકીને કારણે શાળાએ આવતા બાળકોમાં રોગ ચાળો ફેલાવીની સતત ભીતી સેવાય રહી છે. છેલ્લા ઘણા સમયથી શાળાની નજીક ગટરો ઉભરાઇ રહી છે. અને આ સમસ્યાને લઇ સ્થાનિકો અને શાળાના આચાર્ય દ્વારા રજુઆ કરવામાં આવી ,છતા કોઇ નક્કર કામગીરી કરવામાં નથી આવી રહી. જો વિસ્તારમાં રોગચાળો ફેલાશે તો તંત્ર જવાબદારી લેશે તે એક મોટો સવાલ છે.

વાત છે ગળતેશ્વર તાલુકાના મુખ્ય મથક સેવાલિયાની આ ગામ ઓળખાય છે સેવાલિયાના નામે પરંતુ ગ્રામ પંચાયત એ ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત પાલી પંચાયતમાં આ ગામનો સમાવેશ થાય છે ગુજરાત સરકાર દ્વારા મોટા મોટા સુત્રો જાહેર કરવામાં આવ્યા છે એમાં મહત્વનું સૂત્ર છે ભણશે ગુજરાત પરંતુ અહીં આગળ સ્થિતિ કંઈક ઓર જ દેખાઈ રહી છે સેવાલિયા ગામમાં આવેલી સ્ટેશન પે સેન્ટરમાં ધોરણ 6,7,8 માં અભ્યાસ કરતા 300 જેટલા બાળકો શાળાની બહાર થવાયેલી ગંદકીથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે શાળાની આસપાસ રહેતા રહીશો પણ ગંદકીના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અહીં આગળના રહીશો દ્વારા અવારનવાર પંચાયતને અને સત્તાધીશોને મૌખિક તથા લેખિત રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ ગોર નિંદ્રામાં શું રહેલું આ તંત્ર જાગતું જ નથી.

વરસાદી પાણી ગટરના ગંદા પાણી શાળાની બહાર જ ઉભરાવી રહ્યા છે જેના કારણે અહીં આગળ અભ્યાસ કરતા 300 જેટલા બાળકો રોગચાળાનો શિકાર બને તો નવાઈ નહીં શાળા શરૂ થવાના સમયે અને શાળા છૂટવાના સમયે શાળાની આજુબાજુ રહેતા રહીશો શાળાના મુખ્ય દરવાજા સામે પહોંચતા હોય છે અને ગંદકીમાં પસાર થઈ રહેલા બાળકો પડી ના જાય તેની કાળજી રાખતા બાળકોને હાથ પકડીને ડીસા બતાવતા હોય છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram