Ambalal Patel Forecast | ગુજરાત પર વાવાઝોડાનું જોખમ:અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાત પર મોટી આફતના એંધાણના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે.. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 14થી 22 ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્રમાં એક, તો 22 અને 23 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં બીજુ વાવાઝોડુ સર્જાય તેવી શક્યતા છે.. બે બે વાવાઝોડાની શક્યતાને પગલે ગુજરાતના કેટલાક ભાગોમાં 17,18 અને 19 ઓક્ટોમ્બરે દરિયાકાંઠે ભારે પવન ફુંકાઈ શકે છે.. તો ભારે પવનની સાથે રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શક્યતા છે..14 ઓક્ટોમ્બરે અરબી સમુદ્રમાં લો પ્રેશન ડિપ ડિપ્રેશન બનશે.. જેથી 15થી 22 ઓક્ટોમ્બર વચ્ચે રાજ્યમાં વરસાદની શક્યતા છે.. દેવદિવાળી સુધી હવામાનમાં ઘણા પલટા આવશે.. જેથી ગુજરાતમાં માર્ચ 2025 સુધી માવઠા વરસે તેવી અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે..
અંબાલાલના આંકલન મુજબ આગામી 14થી22માં અરબી સમુદ્રમાં વાવાઝોડું ઉત્પન્ન થશે, તારીખ 17, 18 અને 19ના રોજ દરિયા કિનારે ભારે પવન ફૂકાશે, આગામી 22 અને 23ના રોજ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું ઉત્પન્ન થવાની શક્યતા છે. બંગાળના વાવાઝોડાના કારણે ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે સાથે વરસાદની શક્યતા વ્યકત કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના આંકલન મુજબ 10, 11 અને 12માં ભાવનગર અને ખંભાત ઉપર વાદળ ઘેરાશે તો 12મી તારીખ સુધીમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ખંભાત અને મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. હાલ વરસાદે વિરામ લેતા ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આવી સ્થિતિમાં અંબાલાલના આંકલન મુજબ અમદાવાદ અને ગાંધીનગરમાં સખત ગરમી વચ્ચે હવામાન પલટાશે. દિવાળી સુધીમાં ગરમીનો પારો 48થી49 ડિગ્રી સુધી જશે.