Mulu Bera | કેબિનેટ મંત્રીએ પાવાગઢ પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર એટલે કે ઇકો ટુરિઝમનું લોકાર્પણ કર્યું

Continues below advertisement

પાવાગઢની તળેટીના માંડવીમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ પાવાગઢ પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર એટલે કે ઇકો ટુરિઝમનું લોકાર્પણ કર્યું. જ્યાં પર્યટકો માટે જંગલ સફારી, રહેવા માટે ટેન્ટ અને જમવા સહિતની સુવિધા કરવામાં આવી. ડોમ બટરફ્લાય ગાર્ડન, ભૂલભૂલૈયા, યોગા સ્થળ પણ તૈયાર કરવામાં આવ્યા. એટલું જ નહીં પ્રાકૃતિક ખેતીથી પકવેલા પાકનું વેચાણ કરવામાં આવશે. EDC 11 સભ્યની મંડળીએ વાસમાંથી તૈયાર કરેલી અવનવી હાથ બનાવટની ચીજ વસ્તુઓનું પણ અહીંથી વેચાણ કરાશે... ટુરિઝમ સાઇટને વેગ મળવાની સાથે સ્થાનિકોને રોજગારી મળે તે ઉદ્દેશ સાથે આ ઈકો ટુરિઝમ સાઈટ વિકસાવવામાં આવી રહી છે... લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ, હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને અગ્ર મુખ્ય વન સંરક્ષક સહિતના અધિકારીઓની સાથે કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram