દાહોદઃ ફરી એકવાર ચાર પગનો આતંક આવ્યો સામે, દીપડાના બચ્ચા થયા કેમેરામાં કેદ
દાહોદમાં ફરી એકવાર ચાર પગનો આતંક સામે આવ્યો છે. ધાનપુરમાં દીપડાએ જે સ્થળ પર બાળક પર હુમલો કર્યો હતો ત્યાં દીપડાના નાના બચ્ચા પણ જોવા મળ્યા છે. આ બચ્ચાઓનો વીડિયો લોકોએ કેમેરામાં કેદ કર્યો છે. આ અંગે વનવિભાગને પણ જાણ કરાઈ છે.