રાજ્યમાં ખાનગી ટ્યૂશન ક્લાસ શરૂ કરવા અંગે કેટલા દિવસમાં લેવાઇ શકે છે નિર્ણય, જુઓ વીડિયો
11 જાન્યુઆરીથી રાજ્યમાં ધો.10 અને 12ની સ્કૂલો શરૂ થઈ ચૂકી છે. ધો. 9 અને 11ના વર્ગો શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે. આ વચ્ચે આગામી ત્રણ દિવસમાં ખાનગી ટ્યૂશન ક્લાસ શરૂ કરવા અંગે પણ નિર્ણય લેવામાં આવી શકે છે. રાજકોટમાં ફેડરેશન ઓફ એકેડમીક એસોસિએશનને શિક્ષણમંત્રી સાથે બેઠક યોજી હતી. જેમાં એસોસિએશને હવે ટ્યુશન ક્લાસ શરૂ કરવાની મંજૂરી આપવા અંગે પણ રજૂઆત કરી હતી.