Junagadh News: જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીની ઈમારતનું બાંધકામ વહેલી તકે પૂર્ણ કરવા ઉઠી માગ
Continues below advertisement
જૂનાગઢના ખડિયા નજીક આવેલ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીની ઇમારતનું બાંધકામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ છે. 5 વર્ષથી વધુનો સમયગાળો વીતી ગયો હોવા છતા હજુ સુધી ઇમારતનું કામ પૂર્ણ થયેલ નથી.
જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીની ઈમારતનું બાંધકામ વહેલી તકે પૂર્ણ કરવા ઉઠી માગ. નવી ઈમારત બનાવવાની કામગીરી છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહી છે. જેને લઈ NSUIએ અનેક વખત રજૂઆત કરી છે.. ત્યારે ફરી એક વાર NSUIના પૂર્વ જિલ્લા પ્રમુખ યુગ પુરોહિતે ઈમારતનું કામ પૂર્ણ કરવા માગ કરી. જો કે હાલ તો યુનિવર્સિટીના ભવનના તમામ અભ્યાસક્રમ સરકારી એન્જિનિયરિંગ કોલેજ માલિકી હેઠળની ઈમારતમાં કરાઈ રહી છે.. જેને લઈ યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદીએ કહ્યું. કોરોના કાળના કારણે કામમાં વિલંબ થયો હતો. જો કે હવે 6 મહિનામાં યુનિવર્સિટીની નવી ઇમારત તૈયાર થઇ જશે.
Continues below advertisement