Sattvik Food Festival : સ્વાદના શોખીન માટે અમદાવાદમાં શરૂ થયો સાત્વિક ફૂડ ફેસ્ટિવલ

Continues below advertisement

સ્વાદના શોખીન ગુજરાતીઓ માટે અમદાવાદમાં શરૂ થઈ ગયો છે સાતમી ફૂડ ફેસ્ટિવલ જેમાં સ્વાદ રસિકો અહીં 400 જેટલી વિસરા થી વાનગીઓની લિજ્જત માણી શકશે

સ્વાદના શોખીન માટે અમદાવાદમાં શરૂ થયો સાત્વિક ફૂડ ફેસ્ટિવલ. જેમાં સ્વાદરસિકો 400 જેટલી વિસરાતી વાનગીઓની લિજ્જત માણી શકશે. નીલેટ માલપુવા, પાલકની જલેબી, શિંગોડા ચાટ, ઊંબાડિયું, ભડથું, રોટલો જેવી સ્વાદિષ્ટ વાનગીનો સ્વાદ લોકો માણી રહ્યા છે.. એટલું જ નહીં રતાળુ પેટીસ, રતાળુ પુરી, ઊંધિયું અને છાશનો આનંદ લોકો લઇ શકે તે માટે દર વર્ષે સૃષ્ટિ સંસ્થાન ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરે છે.. જ્યારે ગરમ વાનગીઓના સ્ટોલમાં મેંદો, ચીઝ, પનીર, સોડા, કોઈપણ પ્રકારના ફૂડ પ્રિઝર્વેટીવ, માયોનીઝ વગેરેનો ઉપયોગ કરવામાં આવતો નથી. સાથે જ બિહારના લીટી ચોખા, રાજસ્થાનની દાલ બાટી ચૂરમાં અને ડાંગ થાળીનો સ્વાદ લોકો માણી રહ્યા છે..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram