Devbhoomi Dwarka Rain | મેઘતાંડવથી સર્જાયા તારાજીના દ્રશ્યો Watch Video
abp asmita
Updated at:
20 Jul 2024 02:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેવભૂમિ દ્વારકાજિલ્લા અને આસપાસના ગામડામાં સતત વરસાદ વરસતાં અનેક વિસ્તાર જળમગ્ન થયા છે.દ્વારકા, બેટ દ્વારકા,ખંભાળીયામાં ભારે વરસાદે બધું જ જળમગ્ન કરી દીધું છે. ધોધમાર વરસાદથી ખંભાળીયામાં જળબંબાકારની સ્થિતિ છે. ઉપરાંત રામનાથ સોસાયટી, સતવારા વાડ, મધુરમ સોસાયટી, વજ્રધામ સોસાયટીમાં લોકોના ઘર અને દુકાનોમાં પાણી ભરાઇ જતાં ધરવખરીને નુકસાન થઇ રહ્યું છે. મીઠાપુર, સુરજકરાડી, બેટ દ્વારકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે VIP પાર્કિંગની દીવાલ તૂટી પડી હતી.
દેવભૂમિ દ્વારકા શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં આજે સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.દ્વારકા શહેરની અંદરના રસ્તાઓ જળમગ્ન થઇ ગયા છે. હાઇવે પર બંન્ને તરફ જળબંબાકારના દ્રશ્યો સર્જાયા છે..
Devbhoomi Dwarka Rain | મેઘતાંડવથી સર્જાયા તારાજીના દ્રશ્યો Watch Video