દેવભૂમિ દ્વારકા:ભાટિયા ગામે વિદ્યાર્થીઓ ઉતર્યા આંદોલન પર, ધોરણ-9થી 12ના વર્ગો કરાયા બંધ
રાજ્યમાં કન્યા કેળવણી માટે રાજ્ય સરકારે મોટી મોટી જાહેરાતો કરી છે. પરંતુ દેવભૂમિ દ્વારકાના (Dwarka) ભાટિયા ગામે (Bhatia village) કેળવણી માટે વિદ્યાર્થીઓએ આંદોલનનું (Movement) શાસ્ત્ર ઉગામયું છે. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ધોરણ-9થી 12ના વર્ગો અચાનક જ બંદ કરી દેવાયા છે. જેને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે.