મહુડી ઘંટાકર્ણ મહાવીર જૈન દેરાસરમાં શ્રદ્ધાળુઓ કેટલા વાગ્યા સુધી કરી શકશે દર્શન, જુઓ વીડિયો
ગાંધીનગરના મહુડી ઘંટાકર્ણ મહાવીર જૈન દેરાસરમાં આજથી ભક્તો દર્શન કરી શકશે અને સુખડીનો પ્રસાદ આપવામાં આવશે. કોરોના સંક્રમણ વધવાના કારણે મહુડી મંદિરમાં ભક્તો માટે દર્શન બંધ કરવામાં આવ્યા હતા. સાથે જ સુખડીનો પ્રસાદ આપવાનું બંધ કરવામાં આવ્યુ હતુ. પરંતુ હવે જ્યારે સંક્રમણ ઘટતા અન્ય મંદિરની જેમ મહુડી મંદિર પણ પ્રત્યક્ષ દર્શન માટે ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ છે