કોરોના કાળમાં ધૂળેટીની ઉજવણી અંગે DGP આશિષ ભાટિયાએ શું આપ્યું મોટું નિવેદન?

કોરોનાના સંક્રમણમાં વધારો થશે તો કર્ફ્યૂના સમયમાં વધારો કરવાના સંકેત રાજ્ય પોલીસ વડાએ આપ્યા છે. DGP આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે જો સંક્રમણ વધશે તો કર્ફ્યૂના સમયમાં વધારો કરવાની જરૂર પડશે. જો કે સંક્રમણની સ્થિતિ કેવી હશે તેના પ્રમાણે નિર્ણય લેવાશે. સાથે જ કોરોનાનું સંક્રમણ વધતા ધૂળેટીની ઉજવણી પર કેટલાક અંકુશના પણ સંકેત આપ્યા.આશિષ ભાટિયાએ કહ્યું સંક્રમણ વધ્યું હોવાથી ધૂળેટીની ઉજવણીમાં ભીડ ન થાય તે જરૂરી છે.ચારથી વધુ લોકો એક સાથે ભેગા થઈ ઉજવણી ન કરે તે પણ જરૂરી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola