ઉંઝા APMCમાં કથિત સેસ કૌભાંડની સાથે ચર્ચામાં આવેલા ધમો મિલન ગુમ
મહેસાણાના ઉંઝાનો ધમો મિલન અચાનક ગુમ થતાં અનેક તર્કવિતર્કો શરૂ થયા હતા. ધમો મિલન અચાનક ગુમ થઇ જતાં પરિવારે પોલીસની જાણ કરી હતી. ધમો મિલન ગુમ થતાં તેના ભાઈ એ પોલીસને લેખિત અરજી આપી હતી. પોલીસે સીસી ટીવીના આધારે તપાસ શરૂ કરી હતી.