દેશની પ્રથમ સી-પ્લેન સેવાનો વડાપ્રધાન મોદી કેવડિયાથી કરાવશે પ્રારંભ, જુઓ વીડિયો
દેશની પ્રથમ સી-પ્લેન સેવાનો વડાપ્રધાન મોદી કેવડિયાથી પ્રારંભ કરવાના છે. ત્યારે અમદાવાદ રિવરફ્રંટથી ઉડાન ભરેલ સી-પ્લેન કેવડિયા પહોંચી ગયું છે.બપોરે 12 વાગ્યેને 30 મીનિટે પીએમ ઉદ્ધાટન કરશે. જ્યાંથી સી-પ્લેનમાં બેસી વડાપ્રધાન સાબરમતી રિવરફ્રંટ પહોંચશે. ઉદ્ધાટન પહેલા રિવરફ્રંટ ખાતે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો SPGએ જેટીનો કબ્જો લઈ લીધો છે. જ્યારે મરીન કમાંડોએ સાબરમતી નદીમાં પેટ્રોલિંગ શરૂ કર્યું હતું.