Aravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર

Continues below advertisement

અરવલ્લી જિલ્લાના ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર. રવિવારની સાંજે રમાણા ગામની દૂધ મંડળી પાસે ગ્રામજનો ઉભા હતા. આ સમયે અચાનક વિશાલ પરમાર નામનો નબીરો ફોર્ચ્યુનર કાર લઈને ત્યાં ધસી આવ્યો અને ગ્રામજનો પર કાર ચઢાવવાની કોશિશ કરી. આ દરમિયાન ગ્રામજનોમાં નાસભાગ મચી ગઈ. કારે અડફેટે લેતા એક યુવકને ઈજા પહોંચી. અકસ્માત બાદ નબીરાને પકડવા ગ્રામજનો તેની પાછળ દોડ્યા. પરંતુ તે ફરાર થઈ ગયો. આરોપી વિશાલ પરમાર મૂળ રમાણા ગામનો વતની અને હાલ અમદાવાદમાં રહે છે. જ્યારે પણ ગામમાં આવતો ત્યારે બેફામ કાર ચલાવી ગ્રામજનોને ધમકાવતો.. અકસ્માતના 24 કલાક બાદ પણ તે પોલીસ પકડથી દુર છે..ગ્રામજનોનો આરોપ છે કે, અકસ્માત સમયે તે દારૂના નશામાં હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram