Panchmahal News: ગોધરામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ગંભીર બેદરકારીનો પર્દાફાશ
ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ગંભીર બેદરકારીનો પર્દાફાશ થયો ગોધરામાં. અલગ અલગ વિસ્તારમાંથી લેવામાં આવેલા ખાદ્ય ચીજવસ્તુઓના નમૂના કચરાપેટીમાં જોવા મળ્યા. સેવા સદન-2માં આવેલ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની મુખ્ય કચેરીની કચરાપેટીમાં જ આ નમૂના જોવા મળ્યા. મીઠાઈ, ફસરાણ, જલેબી, બુંદી, અથાણા સહિતના લેવામાં આવેલ નમૂના કચેરીની બહાર મુકેલી કચરા પેટીમાં જોવા મળ્યા. અલગ અલગ વિસ્તારોમાંથી વર્ષ 2024ના ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં આ ખાદ્ય ચીજવસ્તુઓના સેમ્પલ કચરા પેટીમાં નાંખવામાં આવ્યા છે. જો કે પરીક્ષણ માટે લેવામાં આવેલ અલગ અલગ સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા કે કેમ તે સૌથી મોટો સવાલ છે.. પરિક્ષણ બાદ પણ સેમ્પલનો યોગ્ય રીતે નાશ કરવાનો હોય કે પછી કચરા પેટીમાં નાખવાના હોય જેવા અનેક સવાલો ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી સામે ઉઠી રહ્યા છે.. આ મામલે તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તે ખુબ જ જરૂરી છે..