Sabarkantha BJP: સાબરકાંઠા જિલ્લા ભાજપમાં વિખવાદ ? વડાલી ન.પા.ના પ્રમુખ વિરૂદ્ધ રજૂઆત

સાબરકાંઠામાં ભાજપના સદસ્યોએ જ ભાજપના પ્રમુખ વિરુદ્ધ કરી લેખિત રજૂઆત.સદસ્યોને અંધકારમાં રાખી ગ્રાન્ટનો ઉપયોગ કરાતા હોવાના કરાયા કથિત આક્ષેપ..અંદાજીત 4 કરોડ કરતા વધુની ગ્રાન્ટની રકમ પ્રમુખે વાપરી હોવાના આરોપ સાથે કરાઈ રજૂઆત. ભાજપના પ્રમુખ વિરુદ્ધ રજૂઆતથી રાજકારણ ગરમાયું. 

સાબરકાંઠા જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ. વડાલી નગરપાલિકા ભાજપના સભ્યોએ જ ભાજપ પ્રમુખ વિરૂદ્ધ ચીફ ઓફિસરને કરી લેખિતમાં રજૂઆત. સભ્યોને વિશ્વાસમાં લીધા વગર જ નગરપાલિકાના પ્રમુખ જશરાજસિંહ ભાટીએ સરકાર તરફથી મળતી ગ્રાન્ટનો દુરૂપયોગ કર્યાનો આરોપ લગાવ્યો. ભાજપના સભ્યોએ આરોપ લગાવ્યો કે સભ્યોને અંધારામાં રાખીને અન્ય જગ્યાએ ગ્રાન્ટનો ઉપયોગ કરતા મોટાભાગના વિસ્તારો વિકાસથી વંચિત રહ્યા છે.. નગરપાલિકાના પ્રમુખે અંદાજિત ચાર કરોડથી વધુની ગ્રાન્ટની રકમ ખર્ચી હોવાની ભાજપના સભ્યોએ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે.. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola