Delhi CM attack case: દિલ્લીના CM પર હુમલો કરનારને સાંસદ પરસોત્તમ રૂપાલાએ ગણાવ્યો માનસિક અસ્થિર
દિલ્લીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલાના કેસમાં દિલ્લી પોલીસની રાજકોટમાં તપાસ. દિલ્લી પોલીસની એક સ્પેશિયલ સેલની ટીમ રાજકોટ પહોંચીને તપાસ કરી છે. દિલ્લી પોલીસે રાજકોટમાં પાંચ જેટલા લોકોની પૂછપરછ કરી છે. જે પાંચ પૈકી તેહસીન સૈયદ નામના એક વ્યક્તિને સાથે લઈને પોલીસ દિલ્લી જવા રવાના થઈ છે.. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે તેહસીને રાજેશ સાકરીયાને ઓનલાઈન બે હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલાના આરોપમાં રાજકોટનો રાજેશ સાકરીયા હાલ પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર છે.
તો દિલ્લીના મુખ્યમંત્રી પર થયેલ હુમલાની ઘટનાને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ વખોડી. સાંસદ રૂપાલાએ પ્રતિક્રિય આપતા હુમલો કરનાર રાજેશ સાકરીયા માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાવ્યું..