Amreli News: અમરેલીમાં સાધુઓ વચ્ચે વિવાદ: બે સાધુએ એક સાધુની જટા કાપી, વીડિયો વાયરલ થતાં મચી ગયો હડકંપ

Continues below advertisement

એક સાધુ બીજા સાધુની કાતર અને છરીથી કાપી રહ્યો છે જટા. તો અન્ય એક સાધુ આ ઘટનાનો ઉતારી રહ્યો છે વીડિયો. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતાં જ મચી ગયો હડકંપ. ઘટના છે અમરેલી જિલ્લાના ખાંભાની. ખાંભાના ખોડિયાર આશ્રમમાં ભગુડાના ભોયરાધાર આશ્રમના મહંત અર્જુનગિરિ આરામ કરી રહ્યા હતા. આ સમયે ત્યાં હળવદ વિસ્તારના અર્જુનગિરિ અને બ્રિજેશગિરિ નામના બે સાધુ પહોંચ્યા. આરામ કરતા અર્જુનગિરિ નામના સાધુ અન્ય ધર્મનો હોવાનો આરોપ લગાવી. બંને સાધુએ તેની જટા કાપી નાખી...એટલું જ નહીં. મોબાઈલ સહિત 21 હજારનો મુદ્દામાલ પણ લૂંટી ગયા...વીડિયો વાયરલ થતાં જ પોલીસ હરકતમાં આવી અને હળવદ પાસેના એક ગામમાંથી આરોપી અર્જુનગિરિ નામના સાધુને ઝડપી લીધો... તો બ્રિજેશગિરિ નામનો સાધુ હજુ ફરાર છે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram