Kheda News: તંત્રની ભૂલના કારણે દેશનું ભવિષ્ય ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરવા બન્યા મજબૂર

Continues below advertisement

ભણશે ગુજરાતની વાતો વચ્ચે ઠાસરા તાલુકાના રતનજીના મુવાડા ગામથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે વરવી વાસ્તવિકતા ને ઉજાગર કરે છે. રતનજીના મુવાડા ગામની પ્રાથમિક શાળામાં 175 બાળકો અભ્યાસ કરે છે. પરંતુ શાળામાં જર્જરીત ઓરડાઓના કરાણે દેશનુ ભાવિ ખુલ્લા આકાશ નીચે બેસી અભ્યાસ કરવા મજબુર છે. રાજકોટમાં બનેલી દુર્ઘટના બાદ મનાઇ હુકમથી જર્જરિત ઓરડાઓ ને કોડન કરી બંધ કરી દેવાયા છે. હાલ ચોમાસા સિઝનના કરાણે બાળકોના અભ્યાસ ઉપર પણ અસર વર્તાઇ રહી છે. કારણ બેસવા માટે કોઇ વ્યવસ્થા જ નથી. હાલ તો 1 આચાર્ય 7 શિક્ષકો અને 175 બાળકો ભગવાન ભરોસે હોઇ તેવી સ્થિતિ છે.

તંત્રની ભૂલના કારણે દેશનું ભવિષ્ય ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરવા બન્યું છે મજબૂર ઠાસરા તાલુકાનું રતનજીના મુવાડા ગામ આ ગામની પ્રાથમિક શાળાના 175 જેટલા બાળકો નિરાધાર હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા રતનજીના મુવાડા પ્રાથમિક શાળામાં સાત જેટલા ઓરડા જર્જરી છે ઘણા સમયથી આ જર્જરીત ઓરડામાં અભ્યાસ કરવા માટે બાળકો મજબૂર બન્યા હતા પરંતુ રાજકોટમાં બનેલી ગોજારી ઘટના બાદ સરકારશ્રીના પરિપત્ર પ્રમાણે જર્જરિત ઓરડામાં બાળકોને બેસાડી અભ્યાસ કરાવવા માટે મનાઈ હુકમ આપવામાં આવ્યો 


આ મનાઈ હુકમ ના આધારે રતનજીના મુવાડા પ્રાથમિક શાળાના સાત ઓરડા જે જર્જરિત છે તે ઓરડાને કોલડન કરી બંધ કરી દેવામાં આવ્યા પરંતુ આ ઓરડામાં અભ્યાસ કરતા બાળકોનું શું? અત્યારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો શાળાની પરિષદમાં જ ખુલ્લા આકાશ નીચે ભણવા પર મજબૂર બન્યા છે અવારનવાર રજૂઆત કરવામાં આવતા જર્જરિત આ સાત ઓરડાને જમીન દોષ કરવાની મંજૂરી તો મળી ગઈ પરંતુ હજુ સુધી આ જર્જરીત ઓરડા પાડવાની ટેન્ડર પ્રક્રિયા કરવા માં નથી આવી 


હાલ ચાલી રહેલી ચોમાસાની સિઝનમાં આ બાળકો ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરતા નજરે પડે છે પરંતુ વરસાદ આવતા આ બાળકો માટે શાળાના શિક્ષકો દ્વારા જ્યાં ત્યાં બેસાડી અભ્યાસ કરાવતા હોય છે હાલ તો આ બાળકો અભ્યાસ કરતા વધુ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે આ બહેરુ તંત્ર સાંભળે અને એમના અભ્યાસ અર્થે જર્ચરિત ઓરડા પાડી અને નવા ઓરડા બનાવવી આપે.1 આચાર્ય 7 શિક્ષકો અને 175 જેટલા બાળકો હાલ તો ભગવાન ભરોસે દેખાઈ રહ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram