Rajkot Rains Update | રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન
Continues below advertisement
રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.યાજ્ઞિક રોડ અને એસ્ટ્રોન ચોક પાસે પામી ભરાયા છે. એસ્ટ્રોન ચોકનું ગરનાળું પાણી ભરાતા બંધ કરવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે રાજકોટ શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. યાજ્ઞિક રોડ, હેમુગઢવી હોલ પાસે દોઢથી બે ફૂટના પાણી ભરાયા છે. આ સિવાય શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થયા છે. શહેરના વિવિધ માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે.
હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સુરત, નવસારી, વલસાડ, છોટાઉદેપુર, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, દીવમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે
Continues below advertisement