Dwarka Unseasonal Rain: દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે ખાબક્યો ધોધમાર કમોસમી વરસાદ

Continues below advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસ્યો બરબાદીનો કમોસમી વરસાદ. બપોરના 12 વાગ્યા સુધીમાં કલ્યાણપુરમાં એક ઈંચ જેટલો કમોસમી વરસાદ વરસ્યો..  ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદના આ દ્રશ્યો જુઓ. ગાજવીજ સાથે વરસેલા કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી વહેતા થયા.

યાત્રાધામ દ્વારકા શહેરમાં પણ આજે ફરી માવઠું વરસ્યુ. વહેલી સવારથી ગાજવીજ સાથે દ્વારકા શહેરના અલગ અલગ વિસ્તારોમાં કમોસી વરસાદ વરસ્યો.. કમોસમી વરસાદને લીધે શાક માર્કેટમાં વેપારીઓની સવાર બગડી. બદલાયેલા વાતાવરણને લીધે ભરઉનાળે શહેરભરનું વાતાવરણ ઠંડુગાર બની ગયુ. 

સતત બીજા દિવસે કલ્યાણપુરના ભાટીયામાં પણ વરસ્યો જોરદાર કમોસમી વરસાદ. જોરદાર માવઠાને લીધે ભાટીયા શહેરની શેરી-ગલીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા.. શેરીઓમાંથી વરસાદી પાણી વહેતા થયા.. કમોસમી વરસાદને લીધે ખેડૂતો અને વેપારીઓની પણ ચિંતા વધારી દીધી..

 અડધા ઈંચ વરસાદે ખંભાળીયાને પાણી પાણી કરી દીધુ. ધોધમાર કમોસમી વરસાદ ખાબકતા રામનાથ સોસાયટી નગરના ગેટ સહિતના શહેરના અન્ય રસ્તાઓ પર જળબંબાકાર થયા. મુખ્ય રસ્તાઓ પર વાહનોના અડધા પૈંડા ડુબી જાય તેટલું પાણી ભરાયું.. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola