Dwarka Rain | રાવલની સરકારી હોસ્પિટલમાં ફરી વળ્યા પાણી, જુઓ લોકોનું દિલધડક રેસ્ક્યુ
Download ABP Live App and Watch All Latest Videos
View In AppDwarka Rain | રાવલની સરકારી હોસ્પિટલમાં ફરી વળ્યા પાણી, જુઓ લોકોનું દિલધડક રેસ્ક્યુ
દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો ખંભાળીયા, કલ્યાણપુર, ભાણવડ આ તમામ વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. હજી પણ વરસાદનું જોર આ તમામ વિસ્તારોમાં યથાવત જોવા મળી રહ્યું છે અને સ્થિતિ એવી છે કે બોટ લઈને રસ્તા ઉપરથી પસાર થવું પડે છે.. રાવલમાં સરકારી હોસ્પિટલમાં પાણી ફરી વળ્યા અને દર્દીઓને સ્ટ્રેચર ઉપરથી બહાર લાવવામાં આવ્યા. હોસ્પિટલમાંથી બે સગર્ભા મહિલા અને દર્દીને બહાર કરવામાં આવ્યા અને હોસ્પિટલના સ્ટાફનું પણ રેસ્ક્યું કરવામાં આવ્યું છે... ઘરમાં ફસાયેલી એક વૃદ્ધાને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. હજી પણ વરસાદ છે જે અટકવાનું નામ નથી લઈ રહ્યો, જ્યાં જ્યાં પણ પાણી ભરાય છે, તાત્કાલિક ત્યાં મદદ પહોંચાડવામાં આવી રહી છે.