Heavy Rain Forecast | આગામી બે દિવસને લઈને આ વિસ્તારોમાં ભયંકર વરસાદની આગાહી, જુઓ આગાહી
આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે... આગામી બે દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે... કચ્છ-સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે....
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર – કચ્છના તમામ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. અમરેલી, ગીર-સોમનાથ, જામનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ખેડા, વડોદરામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ તરફ આણંદ, સુરત, તારી, નર્મદામાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે.