Dwarka Rains: 4 કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબકતા કલ્યાણપુરમાં આવ્યું જળપ્રલય

Continues below advertisement

દ્વારકા જિલ્લાનો કલ્યાણપુર તાલુકો. જ્યાં આજે આભ ફાટ્યું. 4 કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબકતા કલ્યાણપુરમાં આવ્યું જળપ્રલય. કલ્યાણપુર તાલુકાના લાંબા... ભોગાત... ભાટીયા... દેવરિયા... હડમતિયા... કેશવપુર અને ટંકારિયા સહિતના ગામો જળબંબાકાર થયા. અનેક ગામોમાં પાંચ-પાંચ ફૂટ સુધી પાણી ભરાયા. તો બજારોમાં નદીની જેમ વરસાદી પાણી વહેતા થયા. 

કલ્યાણપુરનું માલેતા ગામ બેટમાં ફેરવાયું છે. અહીં 4 કલાકમાં 11 ઈંચથી વધુવરસાદ વરસતા ગામમાં કેડસમા પાણી ભરાયા છે. ગામમાં અવર-જવરના તમામ રસ્તા બંધ થતાં ગામ સંપર્કવિહોણું બન્યું છે. આવી જ સ્થિતિ છે પટેલકા. ખીજદડ... ભોગાત ગામની... ગામમાં પાંચ-છ ફૂટ સુધી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે... ખેતરોનું પણ ધોવાણ થયું છે.
 
ભારે વરસાદને લઈ દ્વારકા-સોમનાથ હાઈવે પર પાણી ભરાયા. લાંબા ગામ પાસે દ્વારકા-સોમનાથ હાઈવે પર પાણી ભરાતા હાઈવેની બંને તરફ વાહનોની કતાર લાગી...ભારે વરસાદને લઈ દ્વારકા-સોમનાથ હાઈવે પર પાણી ભરાયા. લાંબા ગામ પાસે દ્વારકા-સોમનાથ હાઈવે પર પાણી ભરાતા હાઈવેની બંને તરફ વાહનોની કતાર લાગી...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram