South America Earthquake: સાઉથ અમેરિકામાં 8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો
દક્ષિણ અમેરિકામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. પ્રારંભિક માહિતી અનુસાર, તેની તીવ્રતા 8.0 માપવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ આંચકા ડ્રેક પેસેજ વિસ્તારમાં અનુભવાયા હતા. આ તીવ્રતાના ભૂકંપમાં, રહેણાંક વિસ્તારોમાં ઇમારતો સામાન્ય રીતે પત્તાના ઢગલા જેવી તૂટી પડે છે. અમેરિકામાં આ પહેલા પણ પેરુમાં આ તીવ્રતાનો ભૂકંપ આવી ચૂક્યો છે.
દક્ષિણ અમેરિકાના ડ્રેક પેસેજ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ સામાન્ય ભૂકંપ કરતા ઘણો ખતરનાક હતો, કારણ કે તેની તીવ્રતા 8.0 માપવામાં આવી હતી. આ તીવ્રતાના ભૂકંપમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવે છે. USGS અનુસાર, આ ભૂકંપની ઊંડાઈ 10.8 કિલોમીટર હોવાનું જાણવા મળી રહ્યું છે.
અમેરિકામાં પહેલા પણ 8.૦ અને તેથી વધુ તીવ્રતાના ભૂકંપ આવી ચૂક્યા છે. જો આપણે અહેવાલો પર નજર કરીએ તો, અલાસ્કામાં 8.૦ થી 9 ની તીવ્રતાના સૌથી વધુ ભૂકંપ નોંધાયા છે. આ પછી, એક વિશાળ સુનામી પણ જોવા મળી હતી. આ તીવ્રતાના ભૂકંપથી સુનામી, ઇમારતો અને પુલ ધરાશાયી થઈ શકે છે. ઉપરાંત, હવાઈ સેવાઓ સહિત ઘણી મહત્વપૂર્ણ બાબતોને અસર થઈ શકે છે.