Ambalal Patel Rains Forecast: સૌરાષ્ટ્રમાં વરસશે ભારે વરસાદ: અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે.. જેમાં જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા રહેલી છે.. તો 23થી 26 ઓગસ્ટ વચ્ચે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.. તો 27 અને 28 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની શક્યતા રહેશે.. અંબાલાલ પટેલના અનુમાન મુજબ કચ્છ જિલ્લાના કેટલાક ભાગો સારો વરસાદ વરસી શકે છે.. 

23થી 26 માં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા

અંબાલાલ પટેલની આગાહી મુજબ, સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.  દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ વરસાદ વરસવાની શક્યતા છે. તારીખ 23થી 26 માં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તારીખ 27 અને 28 માં વરસાદની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે  અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ 21 ઓગસ્ટે સાજે વરસાદ થવાની શક્યતા છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola