Praful Pansheriya: આણંદમાં શિક્ષકોની બેદરકારીને લઈ શિક્ષણ રાજ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ
આણંદની પ્રાથમિક સ્કૂલની બેદરકારી મુદ્દે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ નિયામકને તપાસ કરવા માટે સૂચના આપી છે. એબીપી અસ્મિતા સાથે વાત કરતા પ્રફુલ પાનસેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે આવી બેદરકારી નહીં ચલાવી લેવામાં આવે. કોઈ શાળામાં ખાનગી વાહનોમાં વિદ્યાર્થીઓને નહીં લઈ જવામાં આવે. અને આવુ કરનાર શાળાના આચાર્ય સામે કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતમાં ફરીથી તમામ ડીઈઓ અને આચાર્યોને પ્રવાસ બાબતે સૂચના આપવામાં આવશે. વિદ્યાર્થીઓની સુરક્ષાની જવાબદારી સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓની હોય છે.
આણંદના પેટલાદ તાલુકાના પાડગોલ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકોની ગંભીર બેદરકારી સામે આવી છે. શાળામાં અભ્યાસ કરતા 123 બાળકોને કરાવવામાં આવ્યો જોખમી પ્રવાસ કરાવવાના આવ્યો હતો. ગઈકાલે પ્રાથમિક શાળાના 123 બાળકોને વડતાલ અને વિદ્યાનગરમા આઇસર ટેમ્પોમાં પ્રવાસ કરાવવામાં આવ્યો હતો. કોમર્શિયલ વાહનમાં પ્રવાસ અંગેની ઉપરા લેવલે કોઈ જાણ કરવામાં આવી ન હતી. મંજૂરી વગર જ જોખમી પ્રવાસ કરાવવામાં આવ્યો