EXIT POLL 2024 | જાણો શું કહે છે એક્ઝિટ પોલના આંકડા? | Abp Asmita

Continues below advertisement

 દેશમાં લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. આ દરમિયાન એક્ઝિટ પોલના પરિણામો પણ સામે આવ્યા છે. એક્ઝિટ પોલ પર નજર કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવતી જોવા મળી રહી છે. પોલ ઓફ પોલમાં એનડીએને 350 બેઠકો  મળતી દેખાઈ રહી છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધન 125-130 સીટો સુધી સીમિત જણાય છે.એબીપી ન્યૂઝ-સીવોટર એક્ઝિટ પોલના ડેટા અનુસાર, યુપીમાં એનડીએને 44 ટકા, ઇન્ડિયા એલાયન્સને 37 ટકા, બીએસપીને 14 ટકા અને અન્યને 5 ટકા મત મળવાની સંભાવના છે. એક્ઝિટ પોલ અનુસાર, ઉત્તર પ્રદેશની 80 સીટોમાંથી એનડીએને 62-66 સીટો, ઈન્ડિયા એલાયન્સને 15-17 અને અન્યને 0 સીટો મળી રહી છે.એબીપી ન્યૂઝ-સીવોટર એક્ઝિટ પોલના ડેટા અનુસાર, બિહારમાં એનડીએને 52 ટકા વોટ મળવાની શક્યતા છે, ઈન્ડિયા એલાયન્સને 39 ટકા વોટ અને અન્યને 9 ટકા વોટ મળવાની સંભાવના છે. એક્ઝિટ પોલ અનુસાર, બિહારની 40 સીટોમાંથી એનડીએને 34-38 સીટો, ઈન્ડિયા એલાયન્સને 3-5 અને અન્યને 0 સીટ મળતી જોવા મળી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram