West Bengal Exit Poll 2024| પશ્ચિમ બંગાળમાં મમતા દીદીને લાગશે ઝટકો, બીજેપી TMCના ગઢમાં પાડશે ગાબડું

Continues below advertisement

એબીપી ન્યૂઝ-સીવોટર એક્ઝિટ પોલના ડેટા અનુસાર, પશ્ચિમ બંગાળમાં એનડીએને 43 ટકા, કોંગ્રેસને 13 ટકા, ટીએમસીને 42 ટકા અને અન્યને 2 ટકા મત મળવાની સંભાવના છે. તે જ સમયે, એક્ઝિટ પોલ અનુસાર, પશ્ચિમ બંગાળની 42 લોકસભા બેઠકોમાંથી એનડીએને 23-27, કોંગ્રેસને 1-3 અને ટીએમસીને 13-17 બેઠકો મળવાની સંભાવના છે.

પશ્ચિમ બંગાળમાં આ લોકસભા ચૂંટણીમાં ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે. જો કે મોટાભાગની સીટો પર મુખ્ય મુકાબલો ટીએમસી અને ભાજપ વચ્ચે થવાની ધારણા છે. બંગાળમાં લોકસભાની 42 બેઠકો છે. મમતા બેનર્જી 13 વર્ષથી બંગાળમાં સત્તા પર છે. પહેલા તે ઈન્ડિયા અલાયન્સ સાથે ચૂંટણી લડવા જઈ રહી હતી, પરંતુ બાદમાં તેણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો. હવે તે 'એકલા ચલો રે'ના કોન્સેપ્ટ પર 'મા, માટી ઔર માનુષ'ની વ્યૂહરચના પર જીતવાની આશા રાખી રહી છે. બીજી તરફ ગત ચૂંટણીમાં ભાજપે અહીં 18 બેઠકો જીતી હતી. હવે પાર્ટી વધુ સારા પ્રદર્શન માટે જોર લાગવી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram