સરકારે વાહન ચાલકોને આપી રાહત, RC બુક અને લાયસન્સ સહિતના દસ્તાવેજોની મુદ્દતમાં કરાયો વધારો 

ગાંધીનગર: કોરોના વાયરસના સંક્રમણના કારણે RC બુક અને ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતના દસ્તાવેજોની વેલીડિટી 31 માર્ચ સુધી લંબાવાઈ છે. અગાઉ કાચા લાયસન્સની સમય મર્યાદા વધારવામાં આવી હતી. રાજ્યના વાહનવ્યવહાર કમિશનરની કચેરીએ નવો આદેશ રજૂ કર્યો છે. કોરોનાના પગલે ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી બુક, ફિટનેસ સર્ટિફિકેટ અને પરમિટ સહિતના દસ્તાવેજોની મુદત 31 માર્ચ 2021 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola