Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
જૂનાગઢ જિલ્લાના ગડુ ખાતે 16 ડિસેમ્બરે ખેડૂતની સન્માન સભા યોજાઇ હતી. અહીં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા સામે ફરી એકવાર જૂતૂ ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ખેડૂત સન્માન સભાને સંબોધિત કરી રહ્યાં હતા ત્યારે એક શખ્સે તેના પર જૂતુ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ શખ્સને ત્યાં હાજર કાર્યકર્તા અને પોલીસ સ્ટાફે તાત્કાલિક ઝડપી પાડ્યો હતો. આ શખ્સની ધરપકડ કરીને પોલીસ વધુ પૂછપરછ હાથ ધરી છે. આ શખ્સ કોણ છે અને કયાં કારણે આવી હરકત કરી હતી. આ દિશામાં પોલીસ પૂછપરછ દ્વારા તપાસ કરી રહી છે. આમ આદમીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી હતી અને કટાક્ષ કરતા કહયું હતું કે, આ ઘટના લોકશાહી પર હુમલો છે. અત્યાર સુધી બધું જ બરાબર હતું ફોન આવ્યો હશે,
ગોપાલ ઇટાલિયા પર જુતું ફેંકવાની આ બીજી ઘટના
ઉલ્લેખનિય છે કે, આમ આદમીના નેતા ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની આ બીજી ઘટના છે. આ પહેલા 5 ડિસેમ્બર, 2025ના રોજ જામનગરમાં આમ આદમી પાર્ટીની જન સભામાં આવી જ ઘટના બની હતી. જ્યારે ગોપાલ ઈટાલિયા સભાને સંબોધિત કરી રહ્યાં હતાં, ત્યારે છત્રપાલસિંહ જાડેજા નામના કોંગ્રેસના કાર્યકર્તાએ ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કર્યો હતો. જે બાદ આદમી પાર્ટીના કાર્યકરોએ કોંગી કાર્યકરો તેમના પર તૂટી પડ્યાં હતા અને તેમને જી.જી હોસ્પિટલે સારવાર અર્થે લઈ દાખલ કરવાની ફરજ પડી હતી. આ ઘટનાના રાજકારણના જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતા અને સમગ્ર મામલે રાજકારણ ખૂબ ગરમાયું હતું.