પ્રસિદ્ધ ગુજરાતી ગાયક મહેશભાઇ કનોડિયાનું નિધન, જુઓ વીડિયો
Continues below advertisement
પાટણના પૂર્વ સાંસદ, ગુજરાતી ફિલ્મના પ્રસિદ્ધ સંગીતકાર મહેશ કનોડિયાનું 83 વર્ષની વયે નિધન થયું છે. મહેશ કનોડિયા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાના મોટા ભાઈ હતા અને ગાંધીનગરમાં પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બિમાર હતા. મહેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મો સિવાય ગરબા, લોકસંગીત અને અનેક આલ્બમોમાં પણ સંગીત આપ્યું છે. તેઓએ મહેશ-નરેશ નામે દેશ અને વિદેશમાં અનેક મ્યૂઝિકલ કાર્યક્રમો આપ્યા હતા.
Continues below advertisement