Kesar Mangoes: ગુજરાતના કેસર કેરી પકવતા ખેડૂતો કરી રહ્યા છે ડૉલરમાં કમાણી
Continues below advertisement
ગુજરાતની કેસર કેરીનો સ્વાદ હવે અમેરિકા પહોંચ્યો છે. અમદાવાદ જિલ્લામાં સ્થિત પ્લાન્ટમાં ઈ-રેડિએશન અને ક્વોલિટી કંટ્રોલ પ્રોસેસથી ગુજરાતના ખેડુતો કેસર કેરીનું અમેરિકામાં વેચાણ કરી રહ્યાં છે. જોઈએ આ વિશેષ અહેવાલ...
ગુજરાતના કેસર કેરી પકવતા ખેડૂતો કરી રહ્યા છે ડૉલરમાં કમાણી. કેસર કેરી લાંબો સમય સુધી બગડે નહીં તે માટે તેનું ઈ-રેડિએશન કરી 3 કિલોના બૉક્સમાં પેક કરવામાં આવે છે...અને બાદમાં ખેડૂતો તેનું વેચાણ સાત સમુંદર પાર અમેરિકામાં કરે છે. જેના ખેડૂતોને મળે છે 30થી 38 ડૉલર પ્રતિ બૉક્સ. ભારતમાં એકમાત્ર અમદાવાદમાં આ રીતે પાકનું ઈ-રેડિએશન થાય છે. જેમાં ડુંગળી, બટેટા, અનાજ, કઠોળ, ઈસબગોલ, મસાલા, સૂકી ડુંગળી/સૂકા શાકભાજીને જરૂરિયાત અનુસાર ઈ-રેડિએટ કરવામાં આવે છે. તાજેતરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલએ પણ આ યુનિટની મુલાકાત લીધી હતી.
Continues below advertisement