Ahmedabad News । અમદાવાદમાં ચોમાસાની શરૂઆત છતાં ખોદકામની કામગીરી અધૂરી

Continues below advertisement

Ahmedabad News । અમદાવાદમાં ચોમાસાની શરૂઆત છતાં ખોદકામની કામગીરી અધૂરી


Ahmedabad News । અમદાવાદમાં ચોમાસાની શરૂઆત છતાં ખોદકામની કામગીરી અધૂરી, અમદાવાદ મહાનગરપાલિકા હોય અથવા તો અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે ઔડા હોય.... બંને માટે વિકાસના કામ ચાલુ કરીને તેના અધૂરા મુકવા અને ધીમી ગતિએથી કામ કરવું જાણે ફિતરત બની ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે. અમદાવાદ શહેરના છેલ્લા વિસ્તારમાં પણ દસ દિવસથી વધારે જેટલો સમય થયો, રસ્તા નું કામ ચાલી રહ્યું છે. પરંતુ હજુ સુધી પૂરું નથી કરવામાં આવ્યું. એક તરફ જ્યાં વરસાદની મોસમ નજીક છે હવામાન વિભાગે વરસાદની આગાહી પણ કરે છે. તેવામાં જો ભારે વરસાદ વરસે તો અહીંયા લોકો માટે ભારે મુશ્કેલી સર્જાઈ શકે છે. કેમકે આ વિસ્તારમાં વરસાદના કારણે રસ્તા પણ બેસી જતા હોય છે અને નુકસાન થતું હોય છે. ત્યારે ખોદેલા રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળે તો કાદવ કિચડનું નિર્માણ થાય એ નક્કી છે. શેલા તરફ જવાનો રસ્તો કે જે VIP રોડ તરીકે ઓળખવામાં આવે છે, જે આખો એ આખો એટલે કે ત્રણ કિલોમીટરથી વધારે અંતરના એક તરફના રસ્તાનું ખોદકામ થયું છે, જેના કારણે માત્ર એક જ તરફનો રસ્તો ચાલુ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram