દ્વારકા: કલેક્ટર કચેરી પરિસરમાં ગરબા રમી ખેડૂતોએ કર્યો વિરોધ, જુઓ વીડિયો
દ્વારકાના ખંભાળિયા તાલુકાના માંઝા,લલિયા,અને ભટ્ટ ગામના ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ કલેક્ટર કચેરીમાં ગરબા રમી વિરોધ નોંધાવ્યો હતો. વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે ત્યારે ત્રણેય ગામના ખેડૂતો રજૂઆત કરવા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા.