ફટાફટઃ સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં બબાલ મામલે AAPના બે કોર્પોરેટરની ધરપકડ
સુરતમા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી મામલે લાલગેટ પોલીસે બે નગર સેવકોની ધરપકડ કરી હતી. AAPના કોર્પોરેટર્સ દ્વારા ધમાલ મામલે સિક્યુરિટી સુપરવાઈઝરે ફરિયાદ નોંધાવી હતી. આપના કોર્પોરેટર્સ ધમેન્દ્ર વાવલીયા અને કે.કે.ધામીની અટકાયત કરવામાં આવી હતી. જાહેરનામા ભંગ, સરકારી કાર્યમાં રૂકાવટ અંગે AAPના 27 કોર્પોરેટરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી