Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ખસ રોડપર એક વૃદ્ધ દંપતિ બાઈક લઈને બોટાદ આવતા હતા, તે સમયે આઈસર ટ્રક સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. ત્યારે બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અને એકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

બોટાદના ખસ રોડ પર એક હિટ એન્ડ રનની ઘટના બની છે. બેફામ આઈસર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલકનું મોત થયુ. બેફામ આઈસરની ટક્કરે 60 વર્ષીય ભૂપતભાઈ દાયમાનું મોત થયું. વૃદ્ધના પત્નીને હાથ અને પગના ભાગે ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ખસ રોડ પર  ખોડિયાર મંદિર નજીક આ ઘટના બની હતી. અકસ્માત સર્જી આઈસર ચાલક ફરાર થઈ ગયો હતો. આઈસરનો ચાલક નશામાં ધૂત હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે. પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola